કોઈ પણ બાળકનું અથવા શિશુના શરીરનું સામાન્ય તાપમાન આશરે 37°C (98.6°F) હોય છે, જેમાં લગભગ 0.6°Cનું ફેરફાર શક્ય છે. જ્યારે શરીરમાં કોઈ ચેપ અથવા સોજો આવે, ત્યારે મગજ તેના પ્રતિકાર માટે શરીરનું તાપમાન વધારવાનું કામ કરે છે. આમ, તાવ શરીરનું રક્ષણાત્મક મિકેનિઝમ છે, જે વિવિધ પ્રકારના હાનિ સામે લડવા માટે કાર્ય કરે છે.

તાવ બાળક માટે બે રીતે ફાયદાકારક છે:

  1. તાપમાન વધવાથી રોગપ્રક્રિયા નિયંત્રિત કરવામાં મદદ થાય છે.
  2. તાવ એ મહત્વપૂર્ણ સંકેત છે કે “શરીરમાં બધું ઠીક નથી” અને તે બાળકના શરીરમાં શું તકલીફ છે શોધવામાં મદદ કરે છે.

તેમ છતાં, તાવ બાળકને અસ્વસ્થ બનાવે છે અને શરીરના ચયાપચયની જરૂરિયાતો વધારી દે છે.
તાવ મિત્ર કે શત્રુ નથી; તે એક દૂત છે જે તમને શરીરના પ્રતિકારની સૂચના આપે છે. તાવના મૂળ કારણને શોધવા માટે બાળરોગ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

મારા બાળકનું માથું હંમેશા ગરમ લાગે છે. શું તે તાવ છે?

શરીર સ્પર્શીને તાવ માપવો એ યોગી નથી, અચોક્કસ અને અવિશ્વસનીય છે. જો આપના હાથ ઠંડા હશે તો પણ બાળકનું શરીર ગરમ લાગી શકે છે. બિલકુલ તાવ ના હોય અથવા બહુ જ વધારે તાવ હોય ત્યારે હાથથી ખબર પડે, પરંતુ ઓછા તાવમાં હાથથી એ ખબર ના પડે કે તાવ છે કે નહીં? તાપમાન માપવા માટે ડિજિટલ થર્મોમીટર શ્રેષ્ઠ છે. મર્ક્યુરી થર્મોમીટર ઓછું પસંદ કરવામાં આવે છે, કારણ કે તે ઝેરી હોય છે અને તૂટવાની શક્યતા રહે છે.

તાપમાન માપવાનું સૌથી ચોક્કસ માર્ગ મળદ્વાર દ્વારા છે, પણ તે માટે નિપુણતા જોઈએ છે અને બાળક માટે તે આરામદાયક નથી. બગલમાં તાપમાન માપવાની પધ્ધતિ (Axillary Method) સરળ અને ચોક્કસ છે અને બાળકોમાં સૌથી સામાન્ય રીતે વપરાય છે.

થર્મોમીટર વાપરતાં પહેલા હંમેશા એની સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચો. તે મળદ્વાર, બગલ અથવા મોં દ્વારા તાપમાન માપવા માટે વાપરી શકાય છે. હંમેશા થર્મોમીટરને એક સ્વચ્છ, જંતુમુક્ત કપડાથી સાફ કરો. દરેક માપેલા તાવની નોંધ લખી રાખો અને તમારા બાળરોગ નિષ્ણાત સાથે સંપર્ક કરો.

શું મને તાવ માટે એન્ટિબાયોટિક્સ આપવી જોઈએ?

બાળકોમાં તાવ સામાન્ય રીતે વાયરસથી થતા ચેપને કારણે હોય છે. એન્ટિબાયોટિક્સ એ બેક્ટેરિયલ ચેપ માટેની દવાઓ છે. તે વાયરસ સામે અસરકારક નથી, અને દરેક તાવ માટે તેનો વપરાશ યોગ્ય નથી.

જયરે પણ બાળકને તાવ આવે ત્યારે, તમારા ડોક્ટર નક્કી કરશે કે બાળકને એન્ટિબાયોટિક્સની જરૂર છે કે નહીં, તેમની શંકા જો બેક્ટેરિયલ ચેપની છે તો જ છે. ક્યારેય મેડિકલ સ્ટોર પરથી ચણા-મમરાની જેમ એન્ટિબાયોટિક્સ લેવી નહીં.

મારું બાળક તાવ આવે ત્યારે કંઈપણ ખાવા માંગતું નથી. હું શું કરું?

તાવ સાથે જોડાયેલી અસ્વસ્થતા અને સ્નાયુના દુખાવાને કારણે બાળક ચિડચિડું અને મુંઝાયલું થઈ શકે છે. તાવ દરમિયાન હાઇડ્રેશન જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

બાળકને વારંવાર પાણી આપવું જોઈએ. તાવ દરમિયાન હળવો આહાર આપો. જો બાળક મોં દ્વારા કોઈપણ વસ્તુ (દૂધ/પ્રવાહી આહાર) લેવા માટે અસમર્થ હોય, તો તાત્કાલિક તમારા ડોક્ટરનો સંપર્ક કરો.


What is Fever?

The normal body temperature of baby is around 37°C (98.6°F), plus or minus about 0.6°. When the body detects any infection or inflammation, the brain responds by raising the body temperature to help fight the condition. So, fever is the body’s defense mechanism against various types of insult. A high temperature is beneficial to the baby in two ways; 1) the raised temperature helps in controlling the disease process, and 2) it is an important sign that tells us that “all is not well” in the body, and hence prompts us to look for the underlying cause. However, fever does make a child uncomfortable and increases the metabolic needs of the body.

Fever itself is neither a friend nor a foe; rather, it is a messenger that brings you notifications whenever your body is responding to an insult. Consult pediatrician for detection of the underlying cause.

My baby’s head always feels warm when touched. Is it fever?

Touching is a crude and unreliable method of temperature measurement. A digital thermometer is best for taking temperatures. Mercury thermometer is less preferred, as it is toxic and could break. Although the most accurate way to take a temperature is through the rectum, it needs some expertise to perform and may not be comfortable for the child. The axillary (armpit) method is fairly precise and most commonly used in children.

Always read the manufacturer’s instructions carefully before use. It can be used for measuring rectal, axillary or oral temperature. Always clean the thermometer with a clean sterile cloth before each use. Note down the measurement of each spike of fever and consult your pediatrician. 

Should I give antibiotics for the fever?

Fever in children is most commonly caused by viral infections. Antibiotics are drugs used specifically against bacterial infections. They are not effective against viruses, and their indiscriminate use for every febrile illness is not warranted. In a febrile illness, your doctor will decide whether the child needs antibiotics, depending on if he/she suspects a bacterial infection. Please do not buy antibiotics directly from medical store or pharmacy without prescription.

My child does not want to eat anything. What should I do?

The discomfort and muscle aches associated with fever may make a child fussy and dull. It is important to maintain hydration during fever, and the child should be encouraged to take small sips of water and a light meal during illness. The inability to take anything (fluids/breast milk) from the mouth is an indication to visit your doctor.

 

2 Comments

  • Posted November 29, 2024 7:37 am 0Likes

    very good information

  • Posted November 30, 2024 1:47 am 1Likes

    Thanks for sharing the fact about fever

Leave a comment

Responsive Footer