ધાવણ વિષેની ગેરમાન્યતાઓ

       

📌 ગર્ભાવસ્થા અને બાળ-જન્મ
ગર્ભાવસ્થા અને બાળ-જન્મ એ વર્ષોથી અનેક ગેરમાન્યતાઓ અને દંતકથાઓથી ઘેરાયેલા છે.
➤ આ માન્યતાઓ પેઢી દર પેઢી ફરી ફરીને નવી માતાઓને જણાવવામાં આવે છે – even in the 21st century!
➤ વૈજ્ઞાનિક અભ્યાસો સ્પષ્ટપણે બતાવે છે કે આ ગેરમાન્યતાઓ સદંતર ખોટી છે.

📉 આંકડા શું કહે છે?
🔹 આજે ભારતમાં 6 મહિનાથી નીચેના બાળકોમાં
 ✔️ માત્ર 55% બાળકોને પૂરતું ધાવણ મળે છે.
 ✔️ અને જન્મના પહેલા કલાકમાં ધાવણ આપવાનું પ્રમાણ ફક્ત 41% છે. 😔
    ✔️ દર વર્ષે આખી દુનિયામાં લગભગ ૪ થી ૫ લાખ બાળકો ફક્ત અપૂરતા ધાવણના લીધે મરી જાય છે. 

🤝 ચાલો, હાથ જોડીને સંકલ્પ કરીએ:
➤ આવી ખોટી માન્યતાઓ દૂર કરીએ.
➤ નવજાત શિશુઓ માટે તંદુરસ્ત અને ઉજ્જવળ ભવિષ્ય રચીએ.

સ્તનમાં દૂધ ક્યારે બને છે?
🔹 ગર્ભાવસ્થાના પાંચમા મહિનાથી જ સ્તનમાં દૂધ બનવાની પ્રક્રિયા શરૂ થાય છે.
🔹 પુત્રજન્મ સમયે માતાના સ્તનમાં ખોરાક પહેલેથી જ તૈયાર હોય છે.
🌿 “ઘર સળગે ત્યારે કૂવો ખોદવો” એ કહેવત માણસો માટે છે – કુદરત માટે નહીં!

🚫 વિજ્ઞાન વિરોધી માન્યતાઓ:
ઘણાં લોકો છાતીએ દબાવીને ચેક કરે છે કે ધાવણ આવે છે કે નહીં…
👉 પરંતુ દબાવવું અને બાળકનું ચૂસવું એ બંને પદ્ધતિઓમાં દિવસ-રાતનો ફરક છે!

🔬 વૈજ્ઞાનિક રીતે:
 ✔️ બાળક જ્યારે ચૂસે ત્યારે જ દૂધ બને છે. (એની પાછળ લાંબુ વિજ્ઞાન છે.)
 ❌ છાતીએ દબાવીને ચેક કરવાથી દૂધ નહીં આવે અથવા ઓછું આવશે, એનો અર્થ એવો ક્યારેય ના થાય કે “ધાવણ નથી આવતું.”

🐄 માનવજાત એ આખી દુનિયામાં એકમાત્ર પ્રજાતિ એવી છે કે જ્યાં બાળકના જન્મ થાય ત્યારે બીજા પ્રાણીનું દૂધ શોધવા નીકળે છે! બીજા કોઈ પ્રાણી એવા નથી કે જે પોતાના બાળક માટે બીજાનું દૂધ શોધતા હોય.

સ્તનપાન માટે યોગ્ય પદ્ધતિ મહત્વપૂર્ણ છે:
➤ સાચી પોઝિશન
➤ નિપલની બાળકના મોઢામાં પકડ
➤ ધીરજ અને મદદ – ખાસ કરીને નવી માતાઓ માટે
🔸 જો યોગ્ય રીતે માર્ગદર્શન કરવામાં આવે તો લગભગ 100% બાળકો આરામથી સ્તનપાન કરી શકે છે.

💉 કોલોસ્ટ્રમ (ખીરું) = બાળકનું પ્રથમ રસીકરણ
 ✔️ પ્રમાણમાં ઓછું હોય છે. ( કુદરતી વ્યવસ્થા છે કેમ કે એ વખતે બાળકના જઠરની સાઇઝ પણ નાની હોય છે.)
 ✔️ પોષણ અને રોગપ્રતિકારક તત્વોથી ભરપૂર

🧠 શરીરજ્ઞાન પ્રમાણે:
 ✔️ નવજાતના જઠર અને કિડની ધીમે ધીમે વિકસે છે.
 ✔️ શરૂઆતમાં ધાવણ બાળકની જરૂરિયાત પ્રમાણે પૂરતું મળે છે.
 ❌ વધુ દૂધ/પાવડર અપાતું હોય તો જઠર અને કિડની ઉપર બોજો આવી શકે છે.

🏠 માતાને ઘરના સપોર્ટની જરૂર છે:
 ✔️ ખાસ કરીને વડીલ મહિલાઓએ નકારાત્મક વાતો ટાળવી જોઈએ. (આની સૌથી મોટી અસર ધાવણ પર પડે છે.)
 ✔️ માતાની મેન્ટલ સ્થિતિ પણ સ્તનપાન પર અસર કરે છે.
 😊 ખુશ રહો, આત્મવિશ્વાસ રાખો, ધીરજ રાખો.

🚫 સામાન્ય રીતે ચાલી આવતી ખોટી માન્યતાઓ કે જે વૈજ્ઞાનિક રીતે ખોટી છે.
૧. માતાએ ખાધું ના હોય તો ધાવણ ના આવે.
૨. ઓપરેશન પછી બે-ત્રણ દિવસ સુધી ધાવણ ના આવે.
૩. બાળક લેતું નથી એટલે દૂધ નહીં આવતું હોય.
૪. બાળક સ્તન પર વળગી રહે છે એટલે ઓછું આવતું હશે.
૫. બાળક તરત છોડી દે છે એટલે ધાવણ ઓછું હશે.
૬. છાતીમાં ભરાવો નથી લાગતો એટલે દૂધ નહીં આવતું હોય.
૭. દૂધ ઝરતું નથી એટલે નહીં આવતું હોય.
૮. અગાઉના બાળક વખતે નહોતું આવ્યું એટલે હવે પણ નહીં આવે.
૯. ધાવણ આપ્યા પછી પણ બાળક રડે એટલે ઓછું આવતું હોય.

⚖️ સ્તનપાન એ દરેક માતાની ફરજ અને દરેક બાળકનો હક છે. અને એ હક છીનવી લેવો એટલે પાપના  ભાગીદાર બનવું.

🌟 અંતિમસંદેશ:

🧡“માતાનું શરીર તૈયાર છે, બાળક તૈયાર છે, સ્તનમાં ધાવણ તૈયાર છે અને કુદરત પણ મદદ માટે તૈયાર છે” આટલું ગજબની તૈયારી છે ઉપરવાળાની… જરૂર ફક્ત છે આત્મવિશ્વાસ, ધીરજ, સપોર્ટ અને સાચી સમજણની.
ડૉ. રોનકપટેલ

🧡 “લાંબા સમય સુધી ધાવણ આપી
માતૃત્વની પૂર્ણતાનો આનંદ માણો;
  અને બાળકની શારીરિક, માનસિક અને બુદ્ધિ પ્રતિભાના વિકાસમાં સહભાગી બનો.” ડૉ. રોનક પટેલ

 

Leave a comment

Responsive Footer