ફટાકડા ફોડતી વખતે ધ્યાનમા રાખવા જેવાં મુદ્દાઓ

  • ફટાકડા ફોડતી વખતે કોઈપણ પુખ્ત વયના માણસને હાજર રાખો.

  • ફટાકડા હંમેશા બહાર ખુલ્લા મેદાનમાં ફોડો અને ઇમારતો, વાહનો, સુકા ઘાસ અને અન્ય જ્વલનશીલ વસ્તુઓથી ફટાકડાં દૂર રાખો.

  • ઘણા બધાંફટાકડાં એક સાથે ફોડવા નહીં. ફટાકડાં પ્રગટાવીને તરત દુર ખસી જાઓ.
  • અન્ય બાળકોને સુરક્ષિત અંતરે રાખો. ફટાકડાંમાં ક્યારેય છેડછાડ ના કરો.

  • ફટાકડાંને અન્ય બીજી વ્યક્તિ તરફ ક્યારેય ના રાખો અથવા ના ફેંકો.

  • ફટાકડાં ફોડતી વખતે માસ્ક પહેરી રાખવું.

  • નાના બાળકોને ક્યારેય ફટાકડાં આપશો નહીં.

  • પાણી ભરેલી ડોલ હાથવગી રાખવી જેથી કોઈ પણ ઈમરજન્સીના સમયે વાપરી શકાય.

  • ના ફુટેલા ફટાકડાંને ક્યારેય ફરીથી ફોડવાનો અથવા ઠીક કરવાનો પ્રયત્ન કરશો નહીં.

  • શક્ય હોય તો ફટાકડાં પ્રગટાવવા લાંબી અગરબત્તી અથવા સળિયાનો ઉપયોગ કરવો.

  • પ્રાથમિક સારવારની કીટ હંમેશા હાથવગી રાખો.

  • તમારા બાળકોના ડોક્ટરની હોસ્પિટલનો હેલ્પલાઇન નંબર મોબાઇલમાં સેવ રાખવો.

    ધ્યાન રાખજો કે તમારી દિપાવલીની ઉજવણી આંસુઓમાં ના ફેરવાય
    .

“શુભ દિપાવલી, સલામત દિપાવલી “

Leave a comment

Responsive Footer