🗓️ ઓરલ રિહાઈડ્રેશન સોલ્ટ (ORS)ના મહત્વને આરોગ્યમાં ઓછા ખર્ચ અને અસરકારક ઉપાય તરીકે પ્રકાશિત કરવા માટે દર વર્ષે જુલાઈ 29ના રોજ ORS Day અને 25 થી 31 તારીખ સુધીના આખા અઠવાડિયાને ORS Week તરીકે ઉજવવામાં આવે છે.

💩 તીવ્ર અતિસારના રોગો (ઝાડા) ઘણા વિકાસશીલ દેશોમાં શિશુઓ અને નાના બાળકોમાં મૃત્યુદરના મોટા કારણોમાંનું એક છે.

🌍 ડબ્લ્યુએચઓ (WHO) અનુસાર, ઝાડા એ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં મૃત્યુનું બીજું અગ્રણી કારણ છે.

🚱 અતિસાર, જે ઘણી વખત નબળી સ્વચ્છતાને લીધે થાય છે અને ખાસ કરીને ઝાડા સંબંધિત ડિહાઇડ્રેશનના પરિણામે ઘણા ગંભીર અને ઘોર પરિણામો આપી શકે છે.

👶🏻🧓🏻 તે ખાસ કરીને શિશુઓ, બાળકો અને વૃદ્ધ લોકોને અસર કરે છે.

🧂 અતિસાર સામાન્ય રીતે કેટલાક દિવસો સુધી ચાલે છે, અને શરીરમાં પાણી અને ક્ષારની ઊણપ સર્જે છે જે જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે.

⚠️ મોટાભાગના લોકો જે અતિસારથી મૃત્યુ પામે છે તે ખરેખર શરીરમાંથી વધારે પડતા ગંભીર ડિહાઇડ્રેશનથી મૃત્યુ પામે છે.

🏠 ઘરેલું વધારાનું પ્રવાહી આપીને અતિસારથી ડિહાઇડ્રેશન અટકાવી શકાય છે અથવા ઓરલ રેહાઇડ્રેશન સોલ્ટ (ORS) તરીકે ઓળખાતા યોગ્ય ગ્લુકોઝ-ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન દ્વારા તેને સરળ અને અસરકારક રીતે સારવાર આપી શકાય છે.

👨‍⚕️ ORS જોડી (ORS + Zinc) તીવ્ર અતિસાર અને ડિહાઇડ્રેશનને રોકવામાં સફળ છે.

🧪 ઓરલ રીહાઇડ્રેશન સૉલ્ટમાં વિવિધ પ્રકારના ક્ષાર (ઇલેક્ટ્રોલાઇટ) અને ખાંડ હોય છે.

🔄 ઇલેક્ટ્રોલાઇટ્સ અને ખાંડનું મિશ્રણ પાણી અને ઇલેક્ટ્રોલાઇટના શોષણને ઉત્તેજિત કરે છે.

💡 તેથી તે ડિહાઇડ્રેશનને અટકાવે છે અથવા મટાડે છે અને ઝાડા અને ઉલ્ટી જેવી પરિસ્થિતિઓમાં ખૂબ જ મદદ કરે છે.

🛍️ ORS બજારમાં પાઉચના સ્વરૂપમાં અથવા રેડીમેડ સોલ્યુશન્સમાં ઉપલબ્ધ છે.

👩‍🍳 ORS ઘરે પણ સરળતાથી બનાવી શકાય છે.

ORS – The Amrut in Dehydration

🗓️ स्वास्थ्य हस्तक्षेप की प्रभावी पद्धति के रूप में ओरल रिहाइड्रेशन साल्ट्स (ओआरएस) के महत्व को उजागर करने के लिए हर साल 29 जुलाई को ORS दिवस (ORS Day) मनाया जाता है।

💩 दस्त कई विकासशील देशों में शिशुओं और छोटे बच्चों में मृत्युदर के प्रमुख कारणों में से एक है।

🌍 डब्ल्यूएचओ (WHO) के अनुसार, पांच साल से कम उम्र के बच्चों में दस्त की बीमारी मौत का दूसरा प्रमुख कारण है।

🚱 दस्त, जो अक्सर खराब स्वच्छता के कारण होता है, आमतौर पर दस्त से संबंधित निर्जलीकरण के परिणामस्वरूप गंभीर रूप से घातक परिणाम ला सकता है।

👶🏻🧓🏻 यह विशेष रूप से शिशुओं, बच्चों और बूढ़ों को प्रभावित करता है।

🧂 दस्त आम तौर पर कई दिनों तक रहता है, और शरीर में से पानी और नमक की कमी कर देता है जो जीवित रहने के लिए आवश्यक होते हैं।

⚠️ दस्त से मरने वाले ज्यादातर लोग वास्तव में शरीर से गंभीर निर्जलीकरण और तरल पदार्थ के नुकसान से मर जाते हैं।

🏠 दस्त से निर्जलीकरण को घर पर अतिरिक्त तरल पदार्थ देने से रोका जा सकता है, या इसे पर्याप्त रूप से ग्लूकोज-इलेक्ट्रोलाइट देकर ORS के रूप में दिया जा सकता है।

👨‍⚕️ ORS जोड़ी (ORS + Zinc) तीव्र दस्त और निर्जलीकरण की रोकथाम और प्रबंधन में सफल साबित हुई है।

🧪 पुनर्जलीकरण में विभिन्न प्रकार के इलेक्ट्रोलाइट्स और चीनी होते हैं।

🔄 इलेक्ट्रोलाइट्स और चीनी का संयोजन आंत से पानी और इलेक्ट्रोलाइट के शोषण को उत्तेजित करता है।

💡 इसलिए यह निर्जलीकरण को रोकता है या मिटाता है और दस्त और उल्टी जैसी स्थितियों में खोए हुए नमक को बदल देता है।

🛍️ बाजार में पाउच या रेडीमेड घोल में पाउडर के रूप में उपलब्ध है।

👩‍🍳 कोई भी इसे आसानी से घर पर भी बना सकता है।

Leave a comment

Responsive Footer