In the delicate journey of parenthood, there exists a practice that goes beyond the conventional methods of nurturing and bonding with a newborn – Kangaroo Care.

15th May is celebrated every year across the globe to raise awareness about Kangaroo Care among premature and low birth weight babies.

Also known as skin-to-skin care, and Kangaroo Mother Care, this practice has been proven to offer a plethora of benefits for both premature and low birth weight babies, fostering a deep connection between parents and their little ones.

The Science behind Kangaroo Care:
At its core, Kangaroo Care is a simple yet profoundly effective method that mimics the natural environment of the womb. The warmth generated by the parent’s skin helps regulate the baby’s body temperature, reducing the need for external heating devices.

Additionally, the proximity allows the infant to listen to the parent’s heartbeat, syncing with a familiar rhythm and promoting a sense of security.

The physical closeness during Kangaroo Care has been linked to several physiological benefits.
Research suggests that it stabilizes the baby’s heart rate, improves oxygen saturation, and aids in weight gain – crucial factors for the well-being of preterm infants. Moreover, the emotional bonding that occurs during this practice has lasting effects on both the baby’s development and the parent-child relationship.

Parents are encouraged to practice skin-to-skin contact for as long as possible, ideally for several hours each day, and for several months until the baby shows signs of not wanting it anymore. WHO recommends between 8 to 24 hours per day for NICU babies. The process is gentle, allowing parents to participate actively in their child’s care while creating a foundation for a strong emotional connection.

We at NeoKids Children Hospital strongly favour and recommend all the parents of premature and low-birth babies to do Kangaroo Care as much as and as long as possible even after discharge and at home. Even our NICU nursing staffs also provide Kangaroo Care at a convenient time if the mother is not available for the same.

માતાપિતા બનવાની નાજુક સફરમાં, નવજાત શિશુ સાથે સંપર્ક અને જોડાણ સ્થાપવાની પરંપરાગત પદ્ધતિઓ ઉપરાંત એક પ્રથા અસ્તિત્વમાં છે – કાંગારુ માતા સંભાળ.

પ્રતિવર્ષે ૧૫મી મેના રોજ વિશ્વભરમાં અધુરા મહિને જન્મેલા અને ઓછા વજનના નવજાત શિશુઓમાં કાંગારુ માતા સંભાળ વિશે જાગૃતિ વધારવા માટે ઉજવણી કરવામાં આવે છે.

સ્કિન-ટુ-સ્કિન (ચામડીથી ચામડીનો સીધો સંપર્ક) સંભાળ અને કાંગારુ માતા સંભાળ તરીકે પણ ઓળખાતી આ પદ્ધતિ અધુરા મહિને જન્મેલા અને ઓછા વજનના નવજાત શિશુઓ બંને માટે ઘણા ફાયદાઓ આપે છે, જે માતાપિતા અને તેમના નાના બાળકો વચ્ચે ઊંડો સંબંધ કેળવે છે.

કાંગારુ માતા સંભાળ પાછળનું વિજ્ઞાન:


મૂળભૂત રીતે, કાંગારુ માતા સંભાળ એક સરળ પરંતુ અત્યંત અસરકારક પદ્ધતિ છે જે ગર્ભાશયના કુદરતી વાતાવરણની નકલ કરે છે. માતાપિતાની ત્વચા દ્વારા ઉત્પન્ન થતી ગરમી બાળકના શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જેના કારણે બહારથી ગરમી આપવાના ઉપકરણોની જરૂરિયાત ઓછી થાય છે.

આ ઉપરાંત, આ પધ્ધતિથી બાળકને માતાપિતાના હૃદયના ધબકારા સાંભળવાની, પરિચિત લય સાથે સુસંગત થવાની અને સુરક્ષાની લાગણીને પ્રોત્સાહન આપવાની અનુમતિ આપે છે. કાંગારુ માતા સંભાળ દરમિયાન શારીરિક નિકટતા કેટલાક શારીરિક ફાયદાઓ સાથે જોડાયેલી છે.

મેડિકલ સંશોધનો સૂચવે છે કે તે બાળકના હૃદયના ધબકારને સ્થિર કરે છે, ઑક્સીજનનું પ્રમાણ નોર્મલ રહેવામાં મદદ કરે છે અને વજન વધારામાં સહાય કરે છે. વધુમાં, આ પ્રથા દરમિયાન જે ભાવનાત્મક જોડાણ બને છે તે બાળકના વિકાસ અને માતા-પિતા-બાળકના સંબંધ બંને પર ચાલતી અસર કરે છે.

માતાપિતાને શક્ય તેટલો લાંબા સમય સુધી, દરરોજ કેટલાક કલાકો સુધી કેટલાક મહિનાઓ સુધી ત્વચા-થી-ત્વચા સંપર્ક કરવાની પ્રેરણા આપવામાં આવે છે. WHO (NICU – Neonatal Intensive Care Unit) ના બાળકો માટે દિવસ દર ८ થી ૨૪ કલાક વચ્ચેની ભલામણ કરે છે.

અમે નિયોકિડ્ઝ બાળકોની હોસ્પિટલ માં અધુરા મહિને જન્મેલા અને ઓછા વજનના નવજાત શિશુઓના તમામ માતપિતાઓને ડિસ્ચાર્જ પછી અને ઘરે પણ શક્ય તેટલું વધુ અને શક્ય તેટલું લાંબા સમય માટે કાંગારુ માતા સંભાળ પર જોર આપીએ છીએ. જો માતા ગેરહાજર હોય તો અમારી NICUની પરિચારિકા પણ યોગ્ય સમયે કાંગારુ માતા સંભાળ આપે છે. કાંગારૂ માતા સંભાળ કોઈ પણ વ્યક્તિ આપી શકે છે.

Leave a comment

Responsive Footer